Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

રાજ્યમાં ખરીફ વાવેતર ઘટીને 73 લાખ હેકટર થયું :વ્યાપક વરસાદથી પાકને જીવતદાન

વરસાદથી દિવેલા, કઠોળ, ગુવાર,જુવાર,બાજરીના વાવેતરને ફાયદો થવાની ધારણા

 

અમદાવાદ :રાજ્યમાં સામાન્ય વાવેતર વિસ્તાર ૮૫.૬૫ લાખ હેક્ટર સામે વર્ષે ૭૨.૨૯ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. વર્ષે કપાસના વાવેતર તરફ ખેડૂતો વધુ વળ્યા છે જે વાવેતર 103 ટકા વધ્યુ છે

 રાજ્યના ઓછા વરસાદવાળા તાલુકાઓમાં હાલના વ્યાપક વરસાદથી ઊભા પાકો મગફળી, કપાસ, બાજરી,મકાઇ, કઠોળને જીવતદાન મળ્યું છે

  તાજેતરનો વરસાદ દિવેલા, કઠોળ, ગુવાર,જુવાર,બાજરીના વાવેતર માટે ફળદાયી થશે તેમ મનાય છે દિવેલાનું વાવેતર .૫૦ લાખથી વધીને .૫૦ લાખ હેક્ટર વિસ્તારમાં કરવામાં આવ્યુ છે. જ્યારે કઠોળ પાકોનું .૦૫ લાખથી વધીને .૫૦ લાખ હેક્ટર વિસ્તારમાં થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

 કપાસનું વાવેતર સામાન્ય કરતાં ૧૦૩ ટકા વધી કુલ ૨૬.૭૪ લાખ હેક્ટર વિસ્તારમાં થયું છે. ધાન્ય પાકોનું કુલ વાવેતર ૧૨.૪૧ લાખ હેક્ટરથી વિસ્તરીને ૧૩.૨૫ લાખ હેક્ટર વિસ્તારમાં થવાનો અંદાજ છે.

(12:16 am IST)