Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

બીએસઈ 17 કંપનીઓને કરશે ડિલિસ્ટ :નહિ કરી શકાય ટ્રેડિંગ :લાંબા સમયથી લેવડ-દેવળ નહિ થતા કાર્યવાહી

નવી દિલ્હીઃ દેશનું લીડિંગ સ્ટોક એક્સચેન્જ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ) મંગળવારે 17 કંપનીઓને ડીલિસ્ટ કરશે. ઘણાં લાંબા સમયથી લિસ્ટેડ કંપનીઓમાં લેવડ-દેવડ નહોતી. ગત મહિને બીએસઇએ તેના પ્લેટફોર્મ પર 222 કંપનીઓને ડીલિસ્ટ કરી હતી. તેમાં એવી કંપનીઓ સામેલ હતી, જેના સ્ટોકમાં છેલ્લા 6 મહિનાથી ટ્રેડિંગ નહિ થતા પગલું લેશે .

મંગળવારે જે કંપનીઓનું ડિલિસ્ટિંગ કરવામાં આવશે તેમાં એસોસિયેટેડ મર્મો અને ગ્રેનાઇટ્સ, બરોડા ઇલેક્ટ્રિક મીટર્સ, બિહાર એર પ્રોડક્ટ્સ, કેનેડીયન ગ્લાસ, ગ્રાફિક ચાર્ટસ, આઇએજી કંપની, કિવ ફાઇનાન્સ, મહાવીર ઇમ્પેક્સ, નીલકંઠ મોટેલ્સ એન્ડ હોટેલ્સ, પૃથ્વી ઇન્ફોર્મેશન સોલ્યુશન્સ, રીયલ ટાઇમ ફિનલીઝ અને સિબર મીડિયા એન્ડ એન્ટરટેન્મેન્ટનો સમાવેશ થાય છે. ઉપરાંત, સુંદર ઇન્ડસ્ટ્રીઝ, વેલ્યૂમાર્ટ રિટેલ સોલ્યુશન્સ, ગ્રેહામ ફર્થ સ્ટીલ પ્રોડક્ટ્સ ઇન્ડિયા, સ્પોર્ટેક સિરામિક્સ ઇન્ડિયા અને યુલે ફાઇનાન્સિંગ એન્ડ લિઝિંગ કંપની પર ડિલિસ્ટિંગની તલવાર લટકી છે.

(12:10 am IST)