Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

મહારાષ્ટ્ર સરકાર કરશે ખરીફ કઠોળની ખરીદીઃભાવને ટેકો મળવાની ધારણા

રાજકોટ, તા.૧૯ : ઘટતા કઠોળના ભાવને ટેકો સાંપડશે. દાળની કિંમતોમાં ઘટાડો જલ્દી જ અટકતો જોવા મળશે. મહારાષ્ટ્ર સરકાર આવતા મહિનેથી ખરીફ દાળની ખરીદી શરૂ કરવા જઈ રહી છે. જે મુજબ ખેડૂતો પાસેથી MSP પર મગ અને અડદ ખરીદવાની યોજના છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલ નવા પાકની છૂટી આવક બજારોમાં શરૂ થઈ ગઈ છે, પણ તેનો ભાવ ટેકાના ભાવથી લગભગ ૪૦ ટકા ઓછો છે. કેન્દ્ર સરકારે આ વર્ષ માટે મગનું ૬૯૭૫ રૂપિયા અને અડદનું ૫૬૦૦ રૂપિયા પ્રતિ કિવંટલ લદ્યુતમ ટેકાના ભાવ નક્કી કર્યા છે. જયારે બજાર તે ૪ હજારથી ૪૯૦૦ રૂપિયા કિવંટલ વેચી રહી છે. (૨૪.૨)

(11:12 am IST)