Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

મજબૂત ડોલરથી વૈશ્વિક સ્તરે સોના-ચાંદીમાં દબાણઃસ્થાનિક બજારમાં કિંમતોમાં ઉછાળો

રાજકોટ, તા.૧૯: અમેરિકા ચીનથી થનાર લગભગ ૨૦૦ અરબ ડૉલરના ઈમ્પોર્ટ પર ડ્યુટી લગાવવાની ઘોષણા કરી શકે છે, તેવામાં ડૉલરમાં મજબૂતી આવતા રૂપિયામાં નરમાશ વધતી જોવા મળી હતી. શરૂઆતી કારોબારમાં ડૉલરની સામે રૂપિયામાં એક ટકાનો ઘટાડો નોંધાયો હતો. ડૉલરની કિંમત સાડા ૭૨ રૂપિયાની ઉપર જોવા મળી છે.

મજબૂત ડૉલરથી વૈશ્વિક બજારમાં સોનાની કિંમતો પર દબાણ રહેતા કિંમતો ૧૨૦૦ ડૉલરની નીચે પહોંચી ગઈ છે. જોકે રૂપિયામાં નરમાશના કારણે સ્થાનિક બજારમાં સોનાની કિંમતોમાં લગભગ ૨૦૦ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે.

સ્થાનિક બજારમાં સોના સાથે ચાંદીની કિંમતોમાં પણ અડધા ટકાનો વધારો જોવા મળ્યો હતો. જયારે વૈશ્વિક બજારમાં ભાવ સાડા ૧૪ ડૉલરની પણ નીચે પહોંચતા જોવા મળ્યા. (૨૪.૨)

(11:08 am IST)