Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

ઇથેનોલના ભાવ વધ્યા બાદ ખાંડની કિંમતમાં પણ ઝડપી ઉછાળોઃબમ્પર ઉત્પાદનનો અંદાજ

રાજકોટ, તા.૧૯ :  ઇથેનોલની કિંમત વધ્યા બાદ ખાંડના ભાવમાં પણ ઝડપી ઉછાળો નોંધાયો છે. એકાએક ભાવમાં વધારો થતા હાજર ભાવમાં અંદાજે ૩૫૦ રૂપિયાનો જબરો વધારો જોવાયો છે. દિલ્હીમાં ખાંડનો હોલસેલ ભાવ ૩૮૦૦ રૂપિયા સુધી પહોંચ્યો હતો. જોકે નીચામાં ૩૬૦૦ થી ૩૮૦૦ રૂપિયા પ્રતિ કવીન્ટલ ભાવ બોલાતો હતો.

જોકે આગામી વર્ષે ખાંડનું બમ્પર ઉત્પાદન થવાની ધારણા છે. ચાલુ વર્ષની સિઝનનો આ અંતિમ મહિનો છે. આવતા મહિને નવી માર્કેટિંગ સીઝન શરૂ થશે. ભારતીય સુગર મિલ એસો. મુજબ આગામી વર્ષે દેશમાં ૩૫૫ લાખ ટન ખાંડનું વિક્રમી ઉત્પાદન થશે. (૨૪.૨)

(11:06 am IST)