News of Wednesday, 20th June 2018

'આઈ ખેડૂત પોર્ટલ' ઓનલાઈન અરજી માટે ખુલ્લું:બાગાયતી પાક યોજનાનો મળશે લાભ

રાજકોટ, તા.૧૯ : રાજયના ખેડૂતોને બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓના લાભ સરળતાથી મળી રહે તે હેતુથી આઇ ખેડૂત પોર્ટલ તૈયાર કરાયું છે. આ યોજનાનો લાભ લઇ શકે તે માટે http://ikhedut.gujarat.gov.in પોર્ટલ તા.૧ જૂન થી ૩૦ જૂન સુધી ઓન લાઇન અરજી માટે ખુલ્લું છે.

વર્ષ-૨૦૧૮-૧૯ બાગાયત ખાતાની વિવિધ યોજના હેઠળ રાજયના ખેડૂતો આઇ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી વધુમાં વધુ લાભ લઇ શકે તે માટે ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં ફળપાક પ્લાન્ટીંગ મટીરિયલ, દેવીપૂજક ખેડૂતોને તરબૂચ, ટેટી અને શાકભાજીના બિયારણમાં સહાય તેમજ વધુ ખેતી ખર્ચ વાળા ફળ પાકો સિવાયના ફળપાકો સહાયના દ્યટકો માટે પોર્ટલ ૩૦ દિવસ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.

(1:07 pm IST)
  • ૨૯મીની આસપાસ વાવણી લાયક સારો વરસાદનો રાઉન્ડ આવે તેવી શકયતા : ૨૨ થી ૨૫ જૂન દરમિયાન ચોમાસુ ફરી સક્રિય બને તેવા પરિબળો મજબૂત બન્યા છે. ૨૪મીથી કોઈ કોઈ જગ્યાએ છૂટોછવાયો વરસાદ પડશે. જયારે ૨૯મીની આસપાસ સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં વાવણીલાયક અને વરસાદનો સારો રાઉન્ડ આવે તેવી સંભાવના છે. access_time 12:32 pm IST

  • મધ્યપ્રદેશના દિવંગત પૂર્વ મુખ્યમંત્રી અર્જુનસિંહના પત્ની સરોજકુમારીને બન્ને પુત્રોએ ઘરમાંથી કાઢી મૂક્યાનો આરોપ લગાવી કોર્ટ પહોંચ્યા :પૂર્વ કેન્દ્રીયમંત્રી અર્જુનસિંહના પત્નીએ તેના પુત્ર અજયસિંહ અને અભિમન્યુ સિંહ અને પુત્રવધુ સુનિતીસિંહ પર ઘરમાંથી કાઢી મૂક્યાની કોર્ટમાં કરી અરજી :ભોપાલ કોર્ટે ત્રણેયને નોટિસ ફટકારી access_time 1:05 am IST

  • સ્માર્ટ સીટીમાં નાગપુર પ્રથમ : રાજકોટ ૧૮માં નંબરેઃ સ્માર્ટ સીટીનાં ત્રીજા રાઉન્ડમાં ૭૨.૪૮નાં સ્કોર સાથે રાજકોટ ૧૮માં સ્થાનેઃ નાગપુર ૫૯.૯૬નો સ્કોર સાથે પ્રથમ સ્થાનઃ બીજા નંબરે વડોદરા અને અમદાવાદ ત્રીજા સ્થાનેઃ સુરત પાંચમાં નંબરે access_time 3:31 pm IST