Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

સુરતના એડવાન્સ ટેકસની આવકમાં થયો ઘટાડોઃ નોટબંધી-જીએસટીથી માઠી અસર

હીરા-કાપડ અને બાંધકામ ઉદ્યોગમાં નાણાભીડ અને ઘેરી મંદી

સુરત, તા.૨૦ : એડવાન્સ ટેકસ ભરવાની અંતિમ તારીખ ૧૫મી જૂન સુધીમાં ગત નાણાકીય વર્ષની તુલનાએ ડાયમંડ સીટી સુરતની એડવાન્સ ટેકસની આવકમાં મોટો ઘટાડો થયો છે. નોટબંધી અને જીએસટીના આમલ બાદ માઠીઅસર ઉદભવી હોવાનું મનાય છે.

વર્ષ ૨૦૧૭-૧૮માં એડવાન્સ ટેકસની રકમ ૨૨૧ કરોડ હતી. જે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં પ્રથમ ત્રિમાસિક ગાલાની અંતિમ તારીખ સુધીમાં ૨૦૩ કરોડ થઈ છે. ગત વર્ષે ગ્રોસ કલેકશન ૩૩૭ કરોડ હતુ. જેમાં ૩.૪૪ ટકાનો ઘટાડો નોધાયો છે. નોટબંધી લાગુ થતા શહેરના હીરા ઉદ્યોગ, કાપડ ઉદ્યોગને બાંધકામ ઉદ્યોગ ક્ષેત્રે સંકળાયેલા મોટામાથાઓની મુશ્કેલી વધી હતી.

કાપડ ઉદ્યોગ હજુ પણ નાણાભીડનો સામનો કરી રહ્યો છે. કાપડ અને હીરા ઉદ્યોગ આઈટીસી ક્રેડિટ રીફંડની રાહ જોવમાં વ્યસ્ત છે. કપડ ઉદ્યોગમાં પાવરલૂમ્સ યુનિટોની હાલત સૌથી વધુ દયનીય છે. જીએસટી કાઉન્સીલે પાવરલૂમ્સ ઉદ્યોગને આઈટીસી રીફંડ આપવાની વાતનો છેદ ઉડાવી દીધો હોવાથી આગામી દિવસોમાં વિવર્સની મુશ્કેલી હજુ વધે તેમ છે.

(1:06 pm IST)