Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

રાજયમાં મગફળીના વાવેતરમાં મોટા ઘટાડાની શકયતા

નાફેડ પાસે ૮ લાખ ટનથી વધારે ફાજલ અને ચોમાસુ સક્રિય થવામાં વિલબથી પાકને પડશે અસર

રાજકોટ, તા.૨૦ : રાજયમાં ખરીફ વાવણીમાં જબરૂ ગાબડું નોંધાયું છે. ગત તા.૧૮મી સુધીમાં ગત વર્ષની તુલનાએ ખરીફ વાવેતરમાં ૭૪ ટકાનો જબરો ઘટાડો થયો છે. તેવામાં રાજયના ખાસકરીને સૌરાષ્ટ્રમાં મુખ્યપાક એવા મગફળીના વાવેતરમાં મોટો ઘટાડો થવાની શકયતા છે. જાણકારોના માનવા મુજબ નાફેડ દ્વારા ૮ લાખ ટનથી વધારે હજી સુધી ફાજલ પડી રહી છે અને ચોમાસું સક્રિય વિલબને કારણે મગફળીના વાવેતર પદ અસર પડશે. જાણકારોના માનવા મુજબ જીવાતોનો ઉપદ્રવ અને હવામાનમાં પરિવર્તનના કારણે મગફળીનો પાક નિષ્ફળ જવાની ભીતિને કારણે ખેડૂતોએ ટૂંકા ગાળામાં ઉત્પાદન આપતા કઠોળ કે કપાસ જેવા અન્ય કૃષિ પેદાશો તરફ વળવાનો નિર્ણય કર્યો છે.

   ગુજરાત સરકારના આંકડા મુજબ વર્ષ ૨૦૦૩માં રાજયમાં મગફળીના પાક હેઠળનો વાવેતર વિસ્તાર ૨૦ લાખ હેકટર અને ઉત્પાદન ૪૪.૭૭ લાખ ટન જેટલું હતું. જે દાયકા દરમિયાન નોંધપાત્ર ઘટીને વર્ષ ૨૦૧૩માં વાવેતર ૧૨.૮૫ લાખ હેકટર અને ઉત્પાદન ૭.૬૨ લાખ ટનના તળિયે જતું રહ્યું હતું.

(1:05 pm IST)