Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

રાજયમાં પાણીની તંગીથી ખરીફ વાવેતરમાં ૭૪ ટકાનું ગાબડુ

ગતવર્ષની ૮.૭૧ લાખ હેકટરની તુલનાએ માત્ર ૨.૨૫ લાખ હેકટરમાં વાવણી

રાજકોટ, તા.૨૦ : રાજયમાં પાણીની તંગીથી ખરીફ વાવેતરમાં જબરૂ ગાબડું પડ્યુ છે. રાજયમાં ૧૯મી જૂન સુધીમાં ખરીફ પાકના વાવેતરમાં ૭૫ ટકા તોતિંગ ઘટાડો થયો છે. ગત વર્ષે ૧૯લી જૂન સુધીમાં ૮૮,૭૧,૭૦૦ હેકટર વિસ્તારમાં વાવેતર થયું હતું. જયારે ચાલુ વર્ષે ૨,૨૫,૨૩૧ હેકટરમાં જ ખરીફ વાવેતર થઇ શકયું છે. જે ગતવર્ષની તુલાનાએ માત્ર  ૨૫ ટકા જેટલું વાવેતર છે.

રાજયમાં ચોમાસાના વિલંબ ઉપરાંત પુરતાં પાણીના અભાવને ખરીફ વાવણીમાં ઘટાડો થયો છે. અનાજનું વાવેતર ગયા વર્ષે માત્ર ૨.૯૫ ટકા હતું. ત્યારેગત વર્ષે ૧૯મી જૂન સુધીમાં ૩૬ ટકા વિસ્તારમાં કઠોળનું વાવેતર વાવેતર થયું હતું. આમ ગત વર્ષે ૧૯ જૂન સુધીમાં અનાજની કુલ વાવણી ૫૫,૩૦૦ હેકટરમાં નોંધાઇ હતી. જેની સામે ચાલુ વર્ષે માત્ર ૧૬૩૨ હેકટરમાં જ અનાજનું વાવેતર થઇ શકયું છે. જયારે કઠોળનું વાવેતર ગત વર્ષના ૧૦,૬૦૦ હેકટરની સામે સામે ચાલુ વર્ષે ૩૮૪૦ હેકટરમાં થયું છે.

ખરીફ તેલીબિયાંનું વાવેતર ૧૯જ્રાક જૂન સુધીમાં ગત વર્ષના ૧૪.૯૮ ટકા જેટલું જ થઇ શકયું છે. તો રૂ, તમાકુ, ગુવાર સીડ અને શાકભાજીનું વાવેતર ગત વર્ષના ૩૩.૦૧ ટકા જેટલું થયું છે.

રાજયના કૃષિ વિભાગના આંકડા મુજબ ગત વર્ષની તુલનાએ વર્ષે ૪૦ ટકા જેટલાં વિસ્તારમાં ડાંગરની વાવણી થઇ હતી. જયારે ૪૦ ટકા વિસ્તારમાં વટાણા, ૧૫.૧૬ ટકા વિસ્તારમાં મગફળી અને ૨૮.૧૫ ટકા વિસ્તારમાં કપાસનું વાવેતર થયું હતું. પાછલા વર્ષે જૂનના પ્રથમ પખવાડિયા સુધીમાં રાજયમાં ૨૫૬,૭૦૦ હેકટરમાં તેલીબિયાંનું ખરીફ વાવેતર થયું હતું. જેની ચાલુ વર્ષે  ૩૮,૪૭૩ હેકટરમાં જ વાવણી થઈ શકી છે. બીજી બાજુ કપાસ અને તમાકુ સહિતના અન્ય પાક હેઠળનો વાવેતર વિસ્તાર ૧,૮૧,૨૮૬ હેકટર નોંધાયો છે. જે ગત વર્ષે ૫,૪૯,૧૦૦ હેકટર હતો.

ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષનું સરેરાશ ખરીફ વાવેતર ૮૫.૭ લાખ હેકટર નોંધાયું છે, જેની સામે ચાલુ વર્ષે રાજયમાં અત્યાર સુધીમાં માત્ર ૨,૨૫,૨૩૧ હેકટર વિસ્તાર ખરીફ વાવેતર થયું છે. જે કુલ વાવેતરના ૨.૬૩ ટકા બરાબર છે.

(1:04 pm IST)