Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

૨૧મીથી MCXમાં ઝીંક વાયદામાં ઓપશન શરૂ થશે

રાજકોટ, તા.૧૯ : કોમોડિટી એકસચેન્જ એમસીએકસ આગામી ૨૧ જૂનથી ઝીંક વાયદામાં ઓપ્શન શરૂ કરશે. એકસચેન્જે તેના સભ્યોને પહેલાંથી જ આ અંગેની જાણકારી આપી દીધી છે. એકસચેન્જને ગયા મહિને સેબી તરફથી મંજૂરી મળી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં એમસીએકસ સોના-ચાંદી, ક્રુડ અને કોપરમાં ઓપ્શન શરૂ કરી ચુકયું છે. ઓપ્શનમાં મળી રહેલા સારા પ્રતિસાદથી એકસચેન્જ ઝડપથી આ સેગમેન્ટમાં અલગ અલગ પ્રોડકટ વધારી રહ્યું છે.

 

(9:50 am IST)