Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

ચણાના વાયદામાં તેજી એરંડામાં સુધારો એલચીમાં મજબૂતીઃ જીરૂ- હળદરમાં દબાણ

રાજકોટ, તા.૧૯ : કૃષિ કોમોડિટીના વાયદામાં  ખરીફ પાકની વાવણી ઓછી થતા ચણામાં સારી તેજી જોવા મળી રહી છે, કિંમતોમાં લગભગ ૩ ટકાનો ઉછાળો નોંધાઈ રહ્યો છે. સાથે એરંડામાં પણ લગભગ અડધા ટકાની ઉપર કારોબાર થઈ રહ્યો છે.

બીજીતરફ મસાલા પેકમાં ધાણા અને એલચીમાં તેજી દેખાઈ રહી છે, જયારે જીરા અને હળદરમાં એક ટકાની નીચે કારોબાર થઈ રહ્યો છે. ખાદ્ય તેલોમાં સોયા તેલમાં નાની રેન્જમાં કારોબાર જોવા મળી રહ્યો છે, જયારે સોયાબિનમાં લગભગ અડધા ટકાનું દબાણ જોવા મળી રહ્યું છે. કપાસીયા ખોળ સાથે ગુવાર પેકમાં પણ નજીવું દબાણ જોવા મળી રહ્યું છે.

(9:47 am IST)
  • બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો અપાવવો મારો મુખ્ય એજન્ડા ;નીતીશકુમાર અડગ :અમે માંગ કરતા રહીશું ;બિહારના હિતમાં જે કાઈ કરવું પડે તે કરીશું પાછીપાની નહિ કરીએ :નિતી આયોગની બેઠકમાં બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો મળવા માટે તર્ક રજૂ કર્યો હતો ;હજુ પણ માંગણી કરતો રહીશ access_time 1:16 am IST

  • દિલ્હી ઉપરાજ્યપાલના નિવાસસ્થાને ચાલી રહેલ હાઈવોલ્ટેજ રાજકીય ડ્રામાનો અંત આવ્યો : આખરે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે ઉપરાજ્યપાલના નિવાસસ્થાને ચાલી રહેલા AAPના, ૯ દિવસથી ચાલી રહેલ ધરણા ખતમ કર્યા : ઉપરાજ્યપાલને મળ્યા વિનાજ ચાલતી પકડી : આ સાથે જ કેજરીવાલના ઘર પાસે ધરણા પર બેઠેલા બીજેપીના નેતાઓએ પણ પોતાના ધરણા સમાપ્ત કરી અને પરત ફર્યાનું જાણવા મળી રહ્યું છે. access_time 7:57 pm IST

  • મુશરર્ફ-અબ્બાસી બાદ ઇમરાનખાનનું ઉમેદવારી પાત્ર નામંજૂર ;પાકિસ્તાન ચૂંટણી પંચે પાકિસ્તાન તહરીક -એ-ઇન્સાફના પ્રમુખ ઇમરાનખાનનું ઉમેદવારીપત્ર નામંજૂર કર્યું :આ પહેલા પૂર્વ પ્રધાનમંત્રી અને પીએમએલના નેતા અબ્બાસી અને પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્ર્ફનું ઉમેદવારી પણ ફગાવી દીધી હતી access_time 12:50 am IST