Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

કઠોળમાં કારમી મંદીઃ ખુલ્લા બજારમાં ચણા, અડદ, તુવેર અને મગના ભાવ ટેકાથી નીચા

રાજકોટ, તા.૧૯ : કઠોળના ભાવમાં કારમી મંદી જોવાઈ રહી છે. સરકારી ખરીદી છત્તા ભાવને ટેકો સાપડતો નથી, ચણા, અડદ, તુવેર અને મગ સહિતના કઠોળના ભાવ ટેકાના ભાવ કરતા પણ નીચા ચાલી રહ્યાં છે અને ખુલ્લા બજારમાં પૂરતા ભાવ નહિ મળતા ખેડૂતોને નુકશન થવાની ભીતિ સેવાઈ રહી છે.

ચણાના ભાવ ટેકાના ભાવથી ખુલ્લા બજારમાં ભાવ ૧૯ ટકા નીચા ચાલી રહ્યાં છે. ચણાના ટટેકાના ભાવ ૪૪૦૦ છે. પરંતુ, ઇન્દોર બજારમાં ૩૬૦૦ આસપાસ વેચાઈ રહ્યાં છે. જયારે તુવેરના ટેકાના ભાવ ૫૪૫૦ છે. જે આકોલામાં ૩૯૫૦ના ભાવે વેચાઈ રહ્યાં છે. એટલે કે ભાવ ૨૮ ટકા નીચા છે.

જયારે અડદના ટેકાના ભાવ ૫૪૦૦ છે. જે મુંબઇમાં ૩૧૫૦ના ભાવમાં વેચાણ થઇ રહ્યાં છે. એટલે કે  ૪૧ ટકા નીચા જોવાઈ છે. તેવી જ રીતે મગના ટેકાના ભાવ ૫૫૭૫ છે. જે જયપુરમાં ૪૯૦૦ના ભાવે વેચાઈ છે. એટલે કે ૧૨ ટકા નીચા છે. જયારે મસુરના ટેકાના ભાવ ૩૯૫૦ છે. પરંતુ મુંબઈમાં ૩૭૫૦ના ભાવે વેચાઈ છે. આમ ભાવ ૫ ટકા નીચા છે.

(9:47 am IST)