Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

વૈશ્વિક બજારમાં મેટલ્સમાં કારમી મંદી કોપર અને જસત બેથી ત્રણ ટકા તૂટ્યા

એલ્યુમિનિયમ સાત સપ્તાહની નીચલી સપાટીએ

રાજકોટ, તા.૧૯ : વૈશ્વિક બજારમાં મેટલ્સમાં કારમી મંદી જોવા મળે છે. લંડન મેટલ્સ એકસચેન્જમાં કોપરની કિંમત ૭ હજાર ડૉલરની નીચે પહોંચતી દેખાઈ રહી છે, જયારે એલ્યુમિનિયમ સાત સપ્તાહના નીચલા સ્તરની નજીક પહોંચી છે. જોકે સ્થાનિક બજારમાં નિકલમાં ઘણી નાની રેન્જમાં કારોબાર જોવા મળી રહ્યો છે, બાકી તમામ મેટલ્સમાં દબાણ જોવા મળી રહ્યું છે.

વિશ્વબજારમાં કોપરના ભાવ ત્રણ મહિનાની ડિલીવરીમાં આશરે બેથી અઢી ટકા તૂટી છેલ્લે ભાવ ૭૦૨૦ ડોલર રહ્યાના સમાચાર હતા. જયારે એલ્યુમિનિયમના ભાવ બેથી અઢી ટકા ગબડી ૨૨૦૪ ડોલર રહ્યા હતા. જસતના ભાવ ત્રણથી સાડા ત્રણ ટકા તૂટી છેલ્લે ૩૦૮૦ ડોલર રહ્યા છે.

(9:46 am IST)
  • સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન બાદ મનીષ સિસોદીયાની પણ તબીયત લથડી :હોસ્પિટલમાં દાખલ : છેલ્લા અઠવાડિયાથી એલજી અનિલ બૈજલ પાસે પોતાની વિવિધ માંગોને લઈને રાજનિવાસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સાથે ધરણા પર બેઠેલા રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની તબિયત ખરાબ થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા બાદમાં મળતા અહેવાલ મુજબ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાની પણ તબિયત લથડતા તેઓને હોસ્પિટલમાં દાખલ કરાયા છે access_time 8:57 pm IST

  • કાલે બુધવારે પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો નહીં થાય ;પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત રખાશે : છેલ્લા ચાર દિવસમાં પેટ્રોલમાં માત્ર આઠ પૈસા અને ડીઝલમાં આઠ -આઠ પૈસાનો બે વખત ઘટાડો કરાયો છે :રવિવાર અને સોમવારે ડીઝલના ભાવમાં સતત બે દિવસ 8 પૈસાનો ઘટાડો થયો હતો અને પેટ્રોલના ભાવ યથાવત રાખ્યા બાદ મંગળવારે પેટ્રોલમાં પણ માત્ર 8 પૈસાનો ઘટાડો થયો હતો access_time 10:43 pm IST

  • અમદાવાદ એરપોર્ટ પર પ્લેન સાથે પક્ષી અથડાયુ : અમદાવાદથી કોલકતા જતી ફલાઈટમાં બર્ડહીટનો બનાવઃ તમામ પ્રવાસીઓને આબાદ બચાવ access_time 3:38 pm IST