Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

ભારતમાં સોનાનું ડિસ્કાઉન્ટ સપ્તાહમાં અઢી ડોલર વધતા નવ મહિનાની ટોચે

ચીનમાં ૫થી ૬ ડોલર, સિંગાપોરમાં ૬૦ સેન્ટથી ૧ ડોલર અને હોંગકોંગમાં ૬૦ સેન્ટથી ૧.૩૦ ડોલરનું પ્રીમિયમ

રાજકોટ, તા.૧૯ : ડોલર સામે રૂપિયાની નરમાઇને કારણે આયાત પડતર ઉંચી રહેતા ભારતમાં સોનાના ભાવમાં સુધારો થતો હોય છે. ત્યારે વિશ્વિક બજારમાં સોનાના ભાવમાં ઘટાડો થઇ રહયો છે. તેવામાં સોનાના ડિસ્કાઉન્ટમાં વધારો થયો છે. લંડનના સોનાના બેન્ચમાર્ક ભાવની તુલનાએ ભારતીય બજારમાં સોનાના ભાવ પ્રતિ ઔંસ ૭.૫૦ ડોલર નીચા એટલે કે ડિસ્કાઉન્ટ બોલી રહ્યાં છે. ગયા સપ્તાહએ ભારતમાં સોનાનું ડિસ્કાઉન્ટ પાંચ ડોલર હતું. જેમાં એક સપ્તાહમાં અઢી ડોલર વધતા ડિસ્કાઉન્ટ નવ મહિનાની ટોચે પહોંચ્યું  છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અક્ષયતૃતીયા બાદ છેલ્લા દોઢ મહિનાથી ભારતમાં સોનામાં ડિસ્કાઉન્ટ ચાલી રહયું છે. બીજીતરફ ચીનમાં હાલ પાંચથી છ ડોલર પ્રીમિયમ બોલાઈ રહયું છે. સિંગાપોરમાં ૬૦ સેન્ટથી એક ડોલર પ્રીમિયમ અને હોંગકોંગમાં પણ ૬૦ સેન્ટથી ૧.૩૦ ડોલર પ્રીમિયમ બોલાઈ રહયું છે.

(9:45 am IST)