Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

વૈશ્વિક સ્તરે કાળામરીના ઉત્પાદનમાં છેલ્લા ત્રણ વર્ષથી એકધારો ઘટાડો

રાજકોટ ;વૈશ્વિકબજારમાં કાળામરીના ઉત્પાદનમાં એકધારો દ્યટાડો થઇ રહયો છે જકાર્તા સ્થિત ઈન્ટરનેશનલ પેપર કોમ્યુનિટીએ ર૦૧૯માં સમગ્ર વિશ્વમાં ૪,૯૪,ર૦૦ ટન કાળી મરીના ઉત્પાદનનો અંદાજ મુકયો છે જેની તુલનાએ ર૦૧૮માં પ,ર૩,૪૦૦ ટન કાળી મરીનું ઉત્પાદન કરવામાં આવ્યુ હતું.

 જયારે વર્ષ ર૦૧૯માં ભારતમાં કાળી મરીનું ઉત્પાદન દ્યટીને ૪૭,૦૦૦ ટન થવાની શકયતા છે જયારે ર૦૧૮માં ૬૪,૦૦૦ ટન કાળી મરીનું ઉત્પાદન થયુ હતું. તેની સામે ચાલુ વર્ષે સ્થાનિક વપરાશ પ૮,૦૦૦ ટન આંકવામાં આવે છે જેમાં ૧૭,૭૦૦ ટન કાળી મરીની આયાત કરવામાં આવશે.

(9:54 am IST)