Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

ઉકાઈ ડેમની સપાટી ઓછી થતા દક્ષિણ ગુજરાતના શેરડી -ડાંગર પાકને 1500 કરોડના નુકશાનનો અંદાજ

સુરત :દક્ષિણ ગુજરાતના ખેતીના સિંચન માટે ઉકાઇ ડેમ જીવાદોરી સમાન ગણાય છે જેમાં આ વખતે ડેમની સપાટી ઓછી થતા શેરડી અને ડાંગરના પાકને 1500 કરોડનું નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે ખેડૂતોને શેરડીની વાવણી એક મહિનો મોડી શરૂ કરવાની સુચના આપવામાં આવી છે.

ઉકાઇ ડેમના ઉપરવાસમાં વરસાદ પડ્યો નથી. જેથી ઉકાઇ ડેમ રૂલ લેવલથી 35 ફૂટ ઓછો ભરાતા ખેડૂતો વધુ મુશ્કેલીમાં મુકાય તેવી શક્યતાઓ છે. જેના કારણે આ વખતે ખેડૂતોને સિંચન માટે પાણી રેગ્યુલર નહીં મળવાની શક્યતાઓ છે. જો વરસાદ પડે તો ડેમની સપાટી વધે તો જ ખેડૂતોને સમયસર પાણી મળી રહે તેમ છે.

ડેમમાં પાણીની અછતને પગલે હાલમાં ખેડૂતોને ફક્ત આઠ કલાક પાણી આપવામાં આવે છે તે પણ છુટક છુટક. જેના કારણે હાલમાં ડાંગર અને શેરડીના પાકને જબરદસ્ત નુકશાન થઇ રહ્યુ છે. આવી જ પરિસ્થિતી યથાવત જ રહેશે તો ખેડૂતોની હાલત વધુ ખરાબ થશે. જો સતત 16 કલાક વિજળીનો પુરવઠો અપાય તો ખેડૂતોને રાહત થાય તેમ છે. બીજીતરફ સરકાર વરસાદ પર નિર્ભર છે.

(8:01 pm IST)