Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

ઘઉંની નિકાસમાં ૭૧ ટકાનું તોતિંગ ગાબડું બે મહિનામાં માત્ર ૨૨ હજાર ટનની નિકાસ

વૈશ્વિક બજારમાં ભારતીય ઘઉંના ઊંચા ભાવથી નિકાસને ફટકો

રાજકોટ, તા.૧૨ : ઘઉંની નિકાસમાં જબરૂ ગાબડું નોંધાયું છે. નાણાકીય વર્ષના પ્રથમ બે મહિનામાં ઘઉંની નિકાસ માત્ર ૨૧ હજાર ટન થઇ છે. જે ગત વર્ષની તુલનાએ ૭૧ ટકા ઓછી છે. જાણકારોના માનવા મુજબ વૈશ્વિક  બજારમાં ભારતીય ઘઉંના ઊંચા ભાવને કારણે નિકસને ફટકો પડ્યો છે.

  કેન્દ્રીય વાણિજય મંત્રાલયના આંકડા મુજબ એપ્રિલથી મેં દરમિયાન ઘઉંની નિકાસ માત્ર ૨૨૪૮૯ ટનની થઈ છે, જે ગત વર્ષે આ સમયગાળા દરમિયાન ૭૮૭૩૬ ટનની થઇ હતી. આમ નિકાસમાં ૭૧ ટકાનું તોતિંગ ગાબડું જોવાયું છે. મૂલ્યની દ્રષ્ટિએ બે મહિનામાં ૪૦ કારોના ઘઉંની નિકાસ થઇ છે. જે ગત વર્ષે આ સમયમાં ૧૩૧ કરોડના દ્યઉંની નિકાસ થઇ હતી. આમ મૂલ્યની દ્રષ્ટિએ ૭૦ ટકાનો ઘટાડો થયો છે.

  જાણકારોના માનવા મુજબ ભારતીય ઘઉંની આયાત ઉપર ૩૦ ટકા ડ્યુટી લાગે છે અને સ્થાનિક બજારમાં ટેકાના ભાવ પણ ઉંચા છે. જેના કારણે વૈશ્વિક બજારની તુલનાએ ભારતીય ઘઉંના ભાવ ઉંચા હોવાથી નિકસને મોટો ફટકો પડ્યો છે.

(12:38 pm IST)