Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

સાઉદી અરેબિયા દ્વારા જંતુનાશક અવશેષોની તપાસથી નાની એલચીની નિકાસમાં ઘટાડો

નવી દિલ્હી, તા.૧૭ : એલચીની નિકાસમાં સતત દ્યટાડો થઇ રહ્યો છે જાણકારોના માનવા મુજબ સાઉદી અરેબિયા દ્વારા જંતુનાશક અવશેષો પરના તપાસના કારણે ભારતીય સ્મોલ ઈલાચીની નિકાસ પર અસર પડી છે .૯૦૦-૧૦૦૦ કિલોગ્રામ દીઠ વાવણીની રેન્જમાં સરેરાશ ઈલાચીની કિંમત દ્યટીને ૮૦૦ થઈ ગઈ છે. સાઉદી અરેબિયા ભારતમાં ૯૦ ટકા ઈલાચીની નિકાસ કરે છે.

   વેપારી સૂત્રોના જણાવ્યા મુજબ શિપમેન્ટનું મોનીટરીંગ નિશ્યિત કરવાનો આ નિર્ણય એપ્રિલમાં થયો હતો પરિણામે નિકાસમાં ધીમી ગતિએ દ્યટાડો થયો છે. શિપમેન્ટ્સની સાથે મસાલા બોર્ડના પ્રમાણપત્ર પ્રાપ્ત કરવા માટે જંતુનાશક અવશેષોની તપાસ અનિવાર્ય નથી.

(9:55 am IST)