Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

ચાલુ વર્ષે વધુ ૨૦૦ માર્કેટયાર્ડને ઈ-નામ સાથે જોડાશે

નવી દિલ્હી, તા.૧૭ : ચાલુ નાણાકીય વર્ષમાં સરકાર વધુ ર૦૦ માર્કેટ યાર્ડને ઓનલાઈન ટ્રેડિંગ પ્લેટફોર્મ ઈનામ સાથે જોડશે તેમ એગ્રિકલ્ચર સેક્રેટરી એસ કે પટનાયકે જણાવ્યુ હતું. અત્યારે ૧૪ રાજયના પ૮પ માર્કેટ યાર્ડ ઈલેકટ્રોનિક નેશનલ એગ્રિકલ્ચર માર્કેટ સાથે લિંક છે.

ઓનલાઈન ટ્રેડિંગ પ્લેટફોર્મ ઈનામ વેબસાઈટ દ્વારા ચાલુ છે. જેના માટે ટ્રેડિંગ પ્લેટફોર્મની સાથે વિવિધ પ્રદેશિક ભાષામાં મોબાઈલ એપ પણ ઉપલ્બધ છે. હાલ૧૪ રાજયોના ૧ લાખ વેપારીઓ, પ૩,૧૬૩ કમિશન એજન્ટ અને ૭૩.પ૦ લાખ ખેડુતો ઈનામ પ્લેટફોર્મ સાથે જોડાયેલા છે.

ઈનામ સાથે જોડાયેલા ૧૪ રાજયોમાં આંધ્રપ્રદેશ, છત્તીસગઠ, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જારખંડ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, રાજસ્થાન, તમિલનાડું, તેલંગણા, ઉત્તરપ્રદેશ અને જારખંડનો સમાવેશ થયા છે. સર્વ પ્રથમ સરકાર માર્કેટ યાર્ડને ઓનલાઈન ઓકશન કરવા માટે સંમંત કરવાના છે તે પછી ધીમે ધીમે રાજયો અને રાજયોની બહાર પણ ટ્રેડિંગ કરવાની મંજુરી આપવામાં આવશે.

(9:54 am IST)