Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

ભારત વિશ્વમાં ત્રીજાક્રમનું સૌથી મોટું સૌર બજાર ૨૦૧૭માં ૯.૬ GW સોલાર લગાવાનો નવો વિક્રમ

ચીન અને યુએસ બાદ ભારતે દુનિયામાં મજબૂત સ્થાન જમાવ્યું

નવી દિલ્હી, તા.૧૭ : ભારત વિશ્વમાં ત્રીજા કર્મનું સૌથી મોટું સૌર બજાર તરીકે ઉભર્યું છે. તેમ મેરકોમ કોમ્યુનિકેશન ઈન્ડિયાના અહેવાલમાં જણાવ્યું છે. અહેવાલ મુજબ ભારત ૨૦૧૭માં ચીન અને યુએસ પછી વિશ્વમાં ત્રીજા ક્રમના સૌથી મોટા સૌર બજાર તરીકે ઉભરી રહ્યુ છે.

૨૦૧૭માં ભારત ૨૦૧૦થી અત્યાર સુધી અંદાજીત ૧૭૦ ટકાના સીએજીઆરથી વૃધ્ધિ પામીને જગતમાં ત્રીજા ક્રમના સૌથી મોટા સોર ઉર્જા બજાર તરીકે ઉભર્યુ છે, હેવાલ પ્રમાણે ભારતે ૨૦૧૭માં ૯.૬ GW સોલાર લગાવવાનો નવો વિક્રમ નોંધાવ્યો છે, જે ૨૦૧૬માં ૪.૩ GW કરતા બમણો હતો.

ડિસેમ્બર ૨૦૧૭ના અંતે ૧૯.૬ GWના કુલ સૌર લગાવેલી ક્ષમતાએ મજબૂત વૃધ્ધિને ટેકો આપ્યો હતો. ૨૦૧૭ના અંતમાં ૧૯.૬ GW સાથે ભારતમાં અત્યાર સુધીના લગાવેલા સોલારના ૯૨ ટકા મોટા પ્રમાણમાં પ્રોજેકટ વિકાસ હિસ્સો ધરાવે છે અને ૨૦૧૭માં ૮.૬ GW સાથે આવા લગાવેલ સોલારના ૯૦ ટકા હતા. ૨૦૧૭માં ભારતમાં લગાવેલા સંયુકત સૌર રૂફટોપમાંથી ૯૯૫ મેગાવોટ ગત વર્ષે લગાવ્યા હતા.

(9:53 am IST)