Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

ઓક્ટોબરથી ઓનલાઇન ખરીદી થશે મોંઘી :ટેક્સરૂપી બોજથી ખિસ્સા કરાશે હળવા

2.5 લાખથી વધુ ચીજવસ્તુઓની વેંચાણ પર રાજય સરકારોને 1 ટકા ટીસીએસ આવક તરીકે આપવી પડશે.

નવી દિલ્હી :ઓક્ટોબરથી કોમર્સ વેબસાઈટ પરથી ખરીદી કરવાનું મોંઘુ બનશે કેન્દ્ર સરકાર તહેવારોની સિઝનમાં ટેક્સરૂપી બોજ આમ આદમીનાં ખિસ્સામાં નાખવાં જઈ રહી છે

  ઓક્ટોબર મહિનાથી કેન્દ્ર સરકાર ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ અને ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ દ્વારા કોમર્સ વેબસાઈટને સેન્ટ્રલ જીએસટી સાથે જોડી રહી છે.જે અંતર્ગત કેટલીક યાદીમાં સમાવિષ્ટ વેબસાઈટ્સને 2.5 લાખથી વધુ ચીજવસ્તુઓની વેંચાણ પર રાજય સરકારોને 1 ટકા ટીસીએસ આવક તરીકે આપવી પડશે.

  વ્યવસ્થા 1 જુલાઈ 2017 નાં રોજ જીએસટી જ્યારે લાગુ થયો તેનાં હિસાબે કરવામાં આવી છે. જેનાં માટે વેપાર સંસ્થાઓ ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ માટે તૈયાર થાય. જેની મુદ્દત 30 સપ્ટેમ્બર 2018 સુધી રાખવામાં આવી હતી. સરકારનો દાવો છે કે પ્રકારની વ્યવસ્થાથી તમામ ડાયરેક્ટ અને ઈન ડાયરેકટ ટેક્સની ચોરી થતી ટકશે. માટે 18 સપ્ટેમ્બરથી એવી કંપનીઓનાં રજિસ્ટ્રેશન શરૂ થશે.

(12:43 am IST)