Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

ઓક્ટોબરમાં વેપારખાદ્ય વધીને 17,13 આંબાજ ડોલરે પહોંચી

નિકાસ અને આયાત બન્નેમાં 17 ટકાથી વધુનો વધારો :સોનાની આયાત 43 ટકા ઘટવા છતાં વેપારખાદ્ય વધી

નવી દિલ્હી:વાણિજ્ય મંત્રાલયે નિકાસના આંકડા જાહેર કર્યા હતા જે મુજબ ઓક્ટોબરમાં દેશની નિકાસ 17.86 ટકા વધીને 26.98 અબજ ડોલર થઈ હતી. ઓક્ટોબરમાં દેશની આયાત 17.62 ટકા વધીને 44.11 અબજ ડોલર થઈ હતી. સાથે વ્યાપારખાધ વધીને 17.13 અબજ ડોલરની થઈ હતી.

 

 ઓક્ટોબર 2017માં વ્યાપારખાધ 14.61 અબજ ડોલર હતી. ઓક્ટોબરમાં સોનાની આયાત 42.9 ટકા જેવી નોંધપાત્ર ઘટી હતી, છતાં વ્યાપારખાધમાં વધારો થયો હતો. સોનાની આયાત ઘટીને 1.68 અબજ ડોલર થઈ હતી
. ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન કુલ નિકાસ 13.27 ટકા વધીને 191 અબજ ડોલર થઈ હતી. આયાત 16.37 ટકા વધીને 302.47 અબજ ડોલર થઈ હતી અને વ્યાપાર ખાધ 111.46 અબજ ડોલર થઈ હતી. ગયા વર્ષે એપ્રિલ-ઓક્ટોબર દરમિયાન વ્યાપારખાધ 91.28 અબજ ડોલર હતી.
 
ઓક્ટોબરમાં ક્રૂડ ઓઇલની આયાત 52.64 ટકા ઊછળીને 14.21 અબજ ડોલર થઈ હતી. ઓઇલ સિવાયની આયાત 6 ટકા વધીને 29.9 અબજ ડોલર થઈ હતી. સપ્ટેમ્બરમાં નિકાસ 2.15 ટકા ઘટી હતી.

(1:45 pm IST)