Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

દેશમાં કઠોળનું ઉત્પાદન ૨૩૦ લાખ ટન થશેઃ અડદનું વધશે અને મગનું ઘટશે

અડદનું વધીને ૨૫ લાખ ટન અને મગનું ઘટીને ૧૩ લાખ ટન ઉત્પાદન થશે

રાજકોટ, તા.૧૪ : દેશમાં વર્ષ ૨૦૧૬-૧૭માં કઠોળનું ઉત્પાદન ૨૩૦ લાખ ટન થયું હોવાનો અંદાજ છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયના આંકડાઓ મુજબ દેશમાં ચાલુ વર્ષે ખરીફ સીઝનમાં મગનું ૧૩.૨ લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજ છે. જે ગયા વર્ષે ૧૬.૨ લાખ ટન લાખ ટન થયું છે. જયારે અડદનું ઉત્પાદન ૨૫.૩ લાખ ટન થવાની ધારણા છે. જે ગયા વર્ષે ૨૧.૭ લાખ ટન થયું હતું. આમ અડદનું ઉત્પાદન ગયાવર્ષની તુલનાએ વધશે અને મગનું ઉત્પાદન ઘટવાનો અંદાજ મુકાયો છે.

(9:57 am IST)