Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

કોપરાના લદ્યુતમ ટેકાના ભાવમાં વધારો કવીન્ટલે રૂ.૧૦૦૦ વધારીને ૭૫૦૦ કરાયા

નવી દિલ્હી, તા.૧૩ : કેન્દ્ર સરકાર દ્વારા કોપરાનાં લદ્યુતમ ટેકાના ભાવમાં વધારો કરાયો છે. કેન્દ્ર દ્વારા કોપરાના ટેકાના ભાવમાં પ્રતિ કિવંટલ ૧૦૦૦નો વધારો કરાતા ૬૫૦૦ પ્રતિ કિવંટલ મિલિંગ-કોપરા(સુકા કોપરા)નાં ૭૫૦૦ થઈ ગયા છે. જયારે બોલ-કોપરા(આખું સૂકુ કોપરૂ)ના પ્રતિ કિવંટલ ૭૬૮૫ હતા. જે વધીને ૭૭૫૦ પતિ કિવંટલ થઈ ગયા છે. કોપરાના લદ્યુતમ ટેકાના ભાવમાં વધારાથી દેશમાં ખેડુતોને નારિયેળનું વાવેતર કરવા માટેનું પ્રોત્સાહન મળશે.

(9:54 am IST)
  • સાંજે જામનગર નજીક ઢીંચડા ગામમાં બે જૂથ વચ્ચેની અથડામણમાં ખાનગી ફાયરિંગની ઘટના બનવા પામેલ તે અંગે બેડી મરીન પોલીસ ટુકડી તપાસ કરી રહી હોવાનું જાણવા મળે છે access_time 12:42 am IST

  • પ્રિયંકા ચોપડાએ ગીતાંજલિ બ્રાન્ડ જ્વેલરીની જાહેરાત માટે તેને પૈસાની ચુકવણી કરવામાં ન આવી હોવાના અને તે આ મામલે અબજોપતિ નિરવ મોદી વિરુદ્ધ કેસ કરવાની હોવાના વેહતા થયેલા મીડિયા એહવાલોને નકારી કાઢ્યા છે. જો કે પ્રિયંકાએ એમ પણ કહ્યું હતું કે તેણે ગીતાંજલિ સાથેનો કોન્ટ્રાકટ કેન્સલ કરી દેવાનો નિર્ણય લીધો છે. તે હવે આ બ્રાન્ડની જાહેરાતમાં નહિં દેખાય. આ પાછળ પ્રિયંકાએ નિરવ મોદી પર થયેલા છેતરપિંડીના આરોપોને જવાબદાર ગણાવ્યા હતા. access_time 11:51 pm IST

  • ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરની તબિયત લથડી ;મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા : access_time 1:08 am IST