Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

ફેડના વ્યાજદર વધવાની ભીતિ બેઝ મેટલ્સમાં વધતી વેચવાલી

નવી દિલ્હી, તા.૧૪ : અમેરિકી ફેડરલ રિઝર્વના નિર્ણય પહેલા બેઝ મેટલ્સમાં નરમાશ જોવા મળી રહી છે. એવું  માનવામાં આવી રહ્યું છે કે ફેડરલ રિઝર્વ દરોમાં પોણા ટકાનો વધારો કરી શકે છે. અમેરિકામાં દરો વધવાની સંભાવનાથી મેટલ્સમાં વેચવાલી જોવા મળી રહી છે.

વૈશ્વિક માર્કેટમાં શંદ્યાઈમાં એલ્યુમિનિયમ અને ઝીંક ૧ ટકાથી વધારે તૂટી ગયા છે, જયારે કોપરમાં પોણા એક ટકાની નરમાશ જોવા મળી રહી છે. જયારે સ્થાનિક બજારમાં લેડ સિવાય તમામ મેટલ્સમાં દબાણ સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.

(10:22 am IST)