Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

વૈશ્વિક બજારમાં ક્રૂડની કિંમતોમાં દબાણ

યુએસના વધતા ઉત્પાદન અને ઓપેકની સપ્લાઈ વધવાની આશંકા

રાજકોટ, તા.૧૪ : વૈશ્વિક માર્કેટમાં ક્રૂડની કિંમતોમાં દ્યટાડો જોવા મળી રહી રહ્યોં છે. અમેરિકામાં વધતો જતો પુરવઠો અને ઓપેકની આગેવાની હેઠળ ક્રૂડની સપ્લાઈ વધવાની આશકાએ ક્રૂડની કિંમતોમાં દ્યટાડો જોવા મળી રહ્યો છે.

નાઈમેકસ પર (WTI) ક્રૂડ પાછલા સેટલમેન્ટની તુલનામાં ૩૭ સેન્ટ અથવાતો ૦.૬ ટકાના ઘટાડા સાથે ભાવ બેરલ દિઠ ૬૫.૯૯ ડોલર પર કવોટ થયાં હતાં. તો બીજી તરફ બ્રેન્ટ ક્રૂડમાં પણ ઘટાડો નોંધાતા પાછલા સેટલમેન્ટની તુલનામાં ૨૩ સેન્ટ અથવાતો ૦.૩ ટકાના ઘટાડા સાથે ભાવ બેરલ દીઠ ૭૫.૬૫ ડોલર પર કવોટ થયાં હતાં. જયારે સ્થાનિક બજારમાં કાચા તેલમાં તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. (૨૪.૨)

 

(10:21 am IST)