Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

એરંડા, ચણા અને સોયાબીનમાં દબાણ હળદર અને ધાણામાં મજબૂતીનો દોર

રાજકોટ, તા.૧૩ : કૃષિ કોમોડિટી વાયદામાં આજે એરંડા અને ચણામાં લગભગ અડધા ટકા કરતા વધારેની નરમાઈ  જોવા મળી રહી છે. જયારે મસાલા પેકમાં હળદર અને ધાણામાં તેજી જોવા મળી રહી છે. હળદરમાં લગભગ અડધા ટકાની તેજી જોવા મળી રહી છે. જયારે ખાદ્ય તેલો સાથે સોયાબીનમાં પણ નરમાશ સાથેનો કારોબાર થતો દેખાઈ રહ્યો છે. જયારે ગુવાર પેકમાં ફરી નરમાશ જોવા મળી રહી છે. કપાસીયા ખોળમાં પણ લગભગ અડધા ટકાની નરમાશ નોંધાઈ રહી છે.

(10:21 am IST)