Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

રાજયમાં માત્ર ૨૮ ટકા વિસ્તારમાં વાવેતર

અમદાવાદ, તા.૧૨ : ખેતીવાડી વિભાગનાં આંકડાઓ મુજબ ૯ જુલાઇની સ્થિતિએ રાજયમાં માત્ર ૨૭.૬૪ ટકા વિસ્તારમાં વાવણી થઇ છે. રાજયમાં હાલ ૨૩.૬૭ લાખ હેકટરમાં વાવેતર થયુ છે. ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન ૪૫.૭૪ લાખ હેકટરમાં વાવણી થઇ ચૂકી હતી.

ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે હજુ રાજયના સરેરાશ વાવણી લાયક વિસ્તારમાં માત્ર ૨૭.૬૪ ટકા વિસ્તારમાં જ વાવેતર થયુ છે. ગુજરાતમાં સાર્વત્રિક ભારે વરસાદની જરૂર છે અને ખેડૂતો ભારે ભરસાદની રાહ જોઇને બેઠાં છે. રાજયમાં કૂલ ૮૫.૫૬ લાખ હેકટર વાવેતર વિસ્તાર છે.

(12:41 pm IST)