Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

શ્યાઓમીએ રેડમી ૬એનું નવું વેરિયન્ટ કર્યું લોન્ચ

નવી દિલ્હી, તા.૧૨ : શ્યાઓમીએ રેડમી ૬એનું એક નવું વેરિએન્ટ ચીનમાં લૉન્ચ કર્યું છે. આ સ્માર્ટફોનની કિંમત ૬૯૯ યુઆન એટલે કે આશરે ૭૨૫૦ રૂપિયા રાખી છે. શ્યાઓમી રેડમી ૬એનું નવું વેરિએન્ટ ૧૦ જુલાઈથી ચીનમાં વેચાણ માટે ઉપલબ્ધ થઇ ચૂકયું છે. આ ફોનમાં ૫.૪૫ ઈંચની એચડી પ્લસ આઇપીએસ ડિસ્પ્લે છે. આ સ્માર્ટફોનમાં ૩ જીબી રેમ અને ૩૨ જીબી ઇન્ટર્નલ સ્ટોરેજ અપાયું છે. આ સ્માર્ટફોનમાં ૧૩ મેગાપિકસલનો રિયર કેમેરો અને ૫ મેગાપિકસલ ફ્રન્ટ કેમેરા અપાયો છે. ફોનમાં ૩૦૦૦ એમએએચની બેટરી આપવામાં આવી છે.

(12:40 pm IST)