Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

વૈશ્વિક બજારમાં ઘઉંના વાયદામાં સતત નરમાઇ : પાકની સ્થિતિ સુધારતા દબાણ

શિકાગો વાયદો ૪.૨૭ ડોલરની ૧૨ દિવસની નીચી સપાટીએ

રાજકોટ તા.૧૧ : વૈશ્વિક બજારમાં ઘઉંના વાયદામાં સતત ઘટાડો થઇ રહયો છે જાણકારોના માનવા મુજબ અમેરિકામા ઘઉંના પાકના વાતાવરણમાં સુધારો થતા ઘઉંના ઉભા પાકની સ્થિતિ સારી થઈ હોવાથી ભાવમાં દબાણ સર્જાયું છે.

 

શિકાગો ખાતે બેન્ચમાર્ક ઘઉં વાયદો ૪,૨૭ ડોલરની સપાટીએ સરકયો હતો જોકે ઇન્ટ્રા  ડે એક તબક્કે વાયદો ૪,૨૫ ડોલરે પહોંચ્યો હતો જે ગત ૨૯મી ડિસેમ્બર બાદની સુધી નીચી સપાટી હતી અમેરિકામાં ઠંડી પડી રહી છે. ઘઉંના પાકને સાનુકૂળ હવામાન મળતા પાકની સ્થિતિ સુધરી છે.

(10:48 am IST)