Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

વૈશ્વિક સ્તરે કાળામરીના ભાવ ૧૦ વર્ષના તળિયે

ભારત અને વિયેતનામથી નવી આવક વધતા ભાવમાં ગાબડા

રાજકોટ તા ૧૨  ભારત અને વિયેતનામમાંથી કાળી મરીની નવી આવકો થતા વૈશ્વિક બજારમાં કાળામરીના ભાવ ભાવ ૧૦ વર્ષને તળિયે સરકયા છે બીજીતરફ ર૦૧૯માં કાળી મરીના ઉત્પાદનમાં દ્યટાડો થવાની શકયતા જોવાઈ રહી છે ભારત વિશ્વમાં કાળી મરીનો સૌથી મોટી ગ્રાહક છે જયારે વિયેતનામ બીજા ક્રમે આવે છે.

 જાણકારોના માનવા મુજબ કાળી મરીના ભાવમાં કરેકશન જોવાઈ છે વૈશ્વિક સ્તરે અત્યારે કાળી મરીના ભાવ પ્રતિ કિલો ૧૬૮ બોલાઈ રહ્યા છે. જયારે વિયેતનામ ર૪પ૦ ડોલર પ્રતિ ટનના ભાવે કાળી મરીનું વેચાણ કરી રહ્યુ છે. સપ્ટેમ્બરના અંત સુધી વિયેતનામે ૧,૯૦,૦૦૦ ટન કાળી મરીનું વેચાણ કર્યુ હતું.

  કાળી મરીના ભાવ સ્થાનિક બજારમાં પ્રતિ કિલો.૩પ૦થી ૩૭૦ વચ્ચે બોલાઈ રહ્યા છે. સ્થાનિક બજારમાં ભાવ વધારે હોવાનું કારણ તહેવારો માનવામાં આવે છે. ડિસેમ્બરથી ભારતમાં કાળી મરીની આવકો શરૂ થાય છે..

(9:57 am IST)