Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

કેરળમાં ભારે પૂરને પગલે મરી - મસાલાના પાકને મોટું નુકશાન : ભાવમાં જંગી ઉછાળો

રાજકોટ, તા.૨૫ : કેરળમાં ભારે વરસાદ અને પૂરને કારણે મરી મસાલાના પાકને મોટું નુકશાન થયું છે અને ભાવમાં ઝડપી ઉછાળો થયો છે. એલચીના ભાવ ત્રણ મહિનામાં ૭૭ ટકા વધી ગયાં છે.

છેલ્લા એક-દોઢ મહિનામાં ૪૫ ટકા સુધીનો ઉછાળો આવ્યો છે અને આગામી દિવસોમાં ભાવ હજી પણ વધતા રહે તેવી ધારણાં છે.

કેરળમાં મોટા ભાગનાં મરી-મસાલાનાં પાકમાં ૩૦ ટકાથી લઈને ૫૦ ટકા સુધીનું નુકસાન જવાનો અંદાજો આવી રહ્યાં હોવાથી ભાવ બજારમાં માંગ વધી ગઈ છે.

હોલસેલ બજારમાં એલચીના ભાવ એક મહિનામાં ૯૦૦ થી વધીને ૧૩૦૦ સુધી પહોંચ્યા છે. જાયફળના ભાવ ૪૫૦થી વધીને ૬૫૦ સુધી થયા છે. આગામી તહેવારોમાં મસાલાના ભાવમાં હજુ વધારો થવાની શકયતા છે.

(9:45 am IST)