Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

મર્સિડિઝ ભારતમાં AMG G63 એસયુવી કાર બજારમાં ઉતારશે

નવી દિલ્હી, તા.૨૫ : કાર નિર્માતા કંપની મર્સિડિઝ બેન્ઝે ભારતમાં પોતાની એસયુવી કાર AMG G63માં લોન્ચ કરવા જઈ રહી છે. જાણવા મળ્યા મુજબ કંપની આ વૈભવી કાર ઓકટોબર ૨૦૧૮માં લોન્ચ કરી શકે છે.

AMG G63માં ૪ લિટર Bi ટર્બો એન્જિનથી લેસ હશે. જે ૫૭૭ બીએચપી પાવર અને ૮૫૦ એનએમ ટોર્ક જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે. આ કાર ૪.૪ સેકન્ડમાં ૧૦૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે.

 

(9:45 am IST)