Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

ઘઉં બજારમાં લોકલ અને મિલોની ખરીદી ઓછીઃ બિયારણની ઘરાકીની જોવાતી રાહ

વરસાદના અભાવે આવકો અને લેવાલી ઘટવાની ધારણા

રાજકોટ, તા.૨૫ : ઘઉં બજારમાં ગ્રાહાકી નહિવત છે અને મિલોની પણ લેવાલી ઓછી છે. આગામી દિવસોમાં બિયારણની ઘરાકીની રાહ જોવાઈ રહી છે. હાલમાં મિલોની ખરીદી નહિવત હોવાથી ભાવમાં નીચી સપાટીએ એકંદરે સ્થિરતા જોવાઈ રહી છે.

વેપારીના જણાવ્યા મુજબ હાલમાં ઘઉં બજારમાં લેવાલી ઓછી છે અને બિયારણ બર ઘઉંની આવકો પણ નહિવત જેવી છે. બીજીતરફ વરસાદના અભાવે આવકો હજુ ઘટે તેવી શકયતા છે અને લેવાલી પણ ઓછી જ રહેવાની ધારણા છે.

નવરાત્રી દરમિયાન ખરીદી નીકળે તેવી શકયતા છે. પાછોતરો વરસાદ સારો થશે તો દ્યઉંના વાવેતર પણ વધવાની ધારણા છે.

(9:44 am IST)