Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

ચીનમાં કોલસાની માંગ 14 ટકા વધીને સાડા ચાર વર્ષની ટોચે પહોંચી

કોલસાની આયાત જાન્યુઆરી, 2014 બાદ પ્રથમ વખત 29.01 મિલિયન ટન થઇ

શાંઘાઈ : વિશ્વના ક્રૂડના સૌથી મોટા કન્ઝયુમર દેશ ચીનમાં જુલાઈ માસમાં કોલસાની માંગ 14 ટકા વધીને છેલ્લા ચાર વર્ષની ટોચે પહોંચી છે વધતા જતા તાપમાનથી એર કન્ડીશનરનો ઉપયોગ વધતા કોલસા આધારિત પાવર પ્લાન્ટમાં કાચા માલની માંગ વધી છે.

   ચીનના જનરલ એડમિનિસ્ટ્રેશન ઓફ કસ્ટમના આંકડા જાહેર થયેલ જે મુજબ દેશમાં કોલસાની આયાત જાન્યુઆરી, 2014 બાદ પ્રથમ વખત 29.01 મિલિયન ટન જોવા મળી છે,

  જુન માસમાં ચીનમાં ઈમ્પોર્ટ 23.9% વધીને 25.47 મિલિયન ટન જોવા મળ્યું હતુ અને જુલાઈ 2017ના 19.46 મિલિયન ટનની સામે 49.1% વધ્યું છે.

  હેબેઈના દક્ષિણ ભાગમાં આવેલ ઈન્ડસ્ટ્રીલ વિસ્તારમાં ગત મહિને રેકોર્ડ માંગ જોવા મળતા અને ચીનના તાપમાનમાં સરેરાશ કરતા વધુ ઉષ્ણ તાપમાન નોંધાતા વિજળીની માંગમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. સ્ટેટ ગ્રીડ કોર્પોરેશન ઓફ ચાઈનાએ જુલાઈમાં પાવર શોર્ટેજની આશંકા પણ વ્યકત કરી હતી.

  હવા પ્રદૂષણને અટકાવવા માટે બેઈજિંગ મોટા ઉદ્યોગો પરની તપાસ વધારતા ઘટેલા ઘરેલું ઉત્પાદનને પહોંચી વળવા વિદેશી શિપમેન્ટની ખરીદી વધી છે.

(8:07 pm IST)