Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

જુલાઇમાં ઓઇલમિલની નિકાસમાં 18 ટકાનો વધારો :સોયાખોળની ઘટી

મુંબઈ:સોલવન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા (એસઇએ)ના નવા આંકડા મુજબ જુલાઈમાં ભારતની ઓઇલ મીલની નિકાસમાં ૧૮.૩ ટકાનો વધારો થયો છે, જે એક વર્ષ અગાઉ ૧,૪૮,૯૮૩ ટન થઈ હતી. એસઈએ જણાવ્યું હતું કે, દેશમાં જુલાઈમાં રેપિસીડ મીલની નિકાસમાં ૨૧૪ ટકાનો વધારો થયો છે, જે એક વર્ષ અગાઉ ૪૬,૩૬૪ ટન જેટલો હતો. આ વધારો દક્ષિણ કોરિયા, થાઈલેન્ડ, અને વિએટનામની આશાવાદી માંગને કારણે થયો છે

  વેપાર અધિકારીએ જણાવ્યું કે, આ મહિનામાં સોયાખોળની નિકાસ ૮૭,૭૯૭ ટનથી ઘટીને ૬૩,૭૪૮ ટન થઈ છે. એપ્રિલ- જુલાઈ ૨૦૧૮ના સમયગાળા દરમિયાન ઓઈલમીલની કુલ નિકાસ ૮,૯૮,૮૭૧ ટનની થઈ હતી, જે ગયા વર્ષના તુલનાત્મક સમયગાળાની સરખામણી કરતા લગભગ ૨૪ ટકાનો વધારો દર્શાવ્યો હતો.

(7:57 pm IST)