Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

કાચાતેલમાં મોટો ઘટાડોઃ ૪ વર્ષની ઉંચી સપાટીએથી છ ટકાનું ગાબડું

રાજકોટ, તા.૧૨ : કાચા તેલમાં મોટો ઘટાડો આવતા બ્રેન્ટની કિંમત ૮૨ ડૉલરની નીચે પહોંચી ગઈ છે. પાછલા ૪ વર્ષના ઉપરના સ્તરેથી કિંમતોમાં લગભગ ૬ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

જાણકારોના માનવા મુજબ અમેરિકામાં ક્રૂડની ઈન્વેન્ટ્રીઝ લગભગ ૯૭ લાખ બેરલથી વધી ગઈ છે. જયારે મોંદ્યા ક્રૂડના કારણે વૈશ્વિક ઈકોનોમિક ગ્રોથને લઈ ચિંતા વધી રહી છે. આવામાં ક્રૂડની માગ ઘટવાની આશંકા બની રહી છે. તે સાથે જ અમેરિકામાં કાચા તેલું ઉત્પાદન વધવાના પણ અનુમાન બની રહ્યા છે. જેથી કિંમતો પર ચારેબાજુએથી ઘટાડો દેખાઈ રહ્યો છે.

(9:56 am IST)