Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

વેપાર ખાદ્ય વધવાની આશંકાએ આયાત જકાતની બીજી યાદી બનાવા તૈયારીઃ સોનાનો સમાવેશ નહીં

વિવિધ મંત્રાલયો વચ્ચે મત-મતાંતને કારણે યાદીમાંથી સોનુ બહાર

રાજકોટ, તા.દેશના વધતી આયાતને કારણે વેપાર ખાધ વધવાની આશંકાને પગલે સરકાર વધુ અમુક પ્રોડકટ્સ પર ઈમ્પોર્ટ ડ્યૂટી લાદવા જઈ રહી છે

   જાણવા મળ્યા મુજબ વડા પ્રધાન ઓફિસ, વાણિજય મંત્રાલય, આર્થિક બાબતોનું મંત્રાલય અને નાણામંત્રાલય આ અંગે અંતિમ ચર્ચા કરી રહ્યું છે.પ્રાપ્ત માહિતી અનુસાર બીજી ઈમ્પોર્ટ યાદીમાં વધુ ૭દ્મક ૧૦ વસ્તુઓનો સમાવેશ થઈ શકે છે.જોકે આ નવી યાદીમાં સોનાનો સમાવેશ નહિ થાય કારણકે સોના પરના આયાત જકાત અંગે વિવિધ મંત્રાલયો વચ્ચે મત-મતાંતર જોવા મળી રહ્યાં છે.

 માહિતી અનુસાર આ યાદીમાં સમાવિષ્ટ પ્રોડકટ્સની કુલ આયાત આશરે ચારથી પાંચ હજાર કરોડની આસપાસની હોવાની સંભાવના છે..

 

(9:53 am IST)