Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

રોકડ જ રાજા!: નોટબંધી પહેલા કરતા પણ વધી કેશની માંગઃ ૭ ટકાનો વધારો

નવી દિલ્હી, તા.૨૩ : વર્ષ ૨૦૧૬માં નવેમ્બર માસથી બેન્કની ડિપોઝીટોમાં અને ડિજિટલ વ્યવહારમાં વધારો આવ્યો હોવા છતાં કેશ એટલે કે રોકડની ડિમાન્ડ ૭ ટકા વધી ગઈ છે તેમ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ જણાવ્યું છે.

આરબીઆઈના પ્રવકતાએ એમ કહ્યું છે કે, નોટબંધી પહેલાં જેટલી ડિમાન્ડ નહોતી એટલી રોકડની ડિમાન્ડ નોટબંધી બાદ વધી ગઈ છે.

આરબીઆઈના ડાટા પરથી મળેલી માહિતી મુજબ ચાલુ વર્ષના એપ્રિલ માસ સુધી કુલ.૧૮.૨૫ ટ્રિલિયનની ડિમાન્ડ રહી હતી જે નોટબંધી પહેલા કરતા વધારે રહી છે.

પાછલા ચાર વર્ષો દરમિયાન કેન્દ્ર સરકારે પોતાની બે નીતિગત યોજનાઓ જનધન યોજના અને નોટબંધીથી જાગૃતિ લાવવા પ્રયાસ કર્યો. તેનાથી બેન્કીંગ સેવા વધી છે પરંતુ કેશની ડિમાન્ડ વધી ગઈ છે.

(9:51 am IST)