Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

ભારત સ્માર્ટફોનનું વિશ્વનું સૌથી મોટું બીજાક્રમનું બજાર :અમેરિકાને પાછળ ધકેલ્યું

ચીન ટોચના સ્થાને :જુલાઈથી સપ્ટેમ્બરમાં ભારતમાં 4,04 કરોડ સ્માર્ટફોન વેચાયા :ટોપ-10માંથી 7 દેશોમાં વાર્ષિક આધાર પર વેચાણમાં ઘટાડો

નવી દિલ્હી :અમેરિકાને પાછળ ધકેલીને ભારત વિશ્વનું બીજું સૌથી મોટું સ્માર્ટફોન બજાર બન્યું છે જુલાઈથી સપ્ટેમ્બરમાં ભારતમાં 4.04 કરોડ સ્માર્ટફોનનું વેચાણ થયું છે. આ દરમિયાન અમેરિકામાં 4 કરોડ યુનિટનું વેચાણનું થયું હતું. જયારે ચીન 10.06 કરોડ સ્માર્ટફોનના વેચાણની સાથે પ્રથમ નંબરે છે. રિસર્ચ ફર્મ કૈનાલિસના રિપોર્ટમાં આ આંકડો બહાર આવ્યો છે.

 આ વર્ષે જુલાઈ-સપ્ટેમ્બરમાં વિશ્વભરમાં સ્માર્ટફોનનું કુલ વેચાણ 34.39 કરોડ યુનિટ રહ્યું હતું. ગત વર્ષના જુલાઈ-સપ્ટેમ્બરની સરખામણીમાં તે 7.2 ટકા ઓછું છે. ગ્લોબલ વેચાણમાં સતત ચૌથા ત્રિમાસિકમાં ઘટાડો આવ્યો છે.

  ટોપ-10માંથી 7 દેશોમાં વાર્ષિક આધાર પર વેચાણમાં ઘટાડો નોંધાયો છે. માત્ર ઈન્ડોનેશિયા, રશિયા અને જર્મનીમાં વેચાણમાં વધારો થયો છે. જયારે સૌથી મોટા સ્માર્ટફોન બજાર ચીનમાં વેચાણમાં 15 ટકાનો ઘટાડો નોંધાયો છે.

(4:33 pm IST)
  • ૧૨મી નવેમ્બરના રોજ ડો.આંબેડકર એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ અને માં મણિબા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓનો તાલીમ વર્ગ શરુ કરાશે access_time 6:46 pm IST

  • ભરૂચમાં દિવાળીના તહેવારોનો પ્રારંભ થતા શહેરીજનો તેમના ઘરના આંગણા રંગોળીથી સજાવી access_time 6:45 pm IST

  • આગ્રા-લખનઉ એક્સપ્રેસ હાઇ-વે પર ભીષણ અકસ્માત સર્જાયો છે. અહીં એક મુસાફરોની બસ પલટી ખાવાના પગલે લગભગ 45 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં 20 મુસાફરોની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. આ અકસ્માતના પગલે ગંભીર રીતે ઇજાગ્રસ્ત લોકોને કાનપુર ખસેડવામાં આવ્યા છે, જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને તિર્વા મૅડિકલ કૉલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે મળતી માહિતી મુજબ, મુસાફરોછી ભરેલી બસ દિલ્હી થી બિહાર તરફ જઇ રહી હતી. આ દરમિયાન કોતવાલી વિસ્તારમાં આગ્રા-લખનઉ એક્સપ્રેસ હાઇ-વે પર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત સર્જાયા બાદ સ્થાનિકોએ તેની જાણ પોલીસને કરી હતી. access_time 11:50 am IST