Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

વર્ષ 2019માં ભારતનો વિકાસદર ઘટશે :વૃદ્ધિદર ઘટીને 7,3 ટકા થશે :મૂડીઝ

વર્ષ 2018માં જાન્યુઆરીથી જૂન ભારતીય અર્થવ્યવસ્થા 7.9 ટકાની ઝડપથી વધી

નવી દિલ્હી ;વૈશ્વિક  રેટિંગ એજન્સી મૂડીઝે ગુરૂવારે કહ્યું કે વર્ષ 2018માં ભારતીય અર્થવ્યવસ્થા 7.4 ટકાની ઝડપથી વધશે, પરંતુ આ વિકાસ આગામી વર્ષે 7.3 ટકા થઈ જશે. વ્યાજદરમાં વધારો થયા બાદ બજાર પર પડતી અસરોને તેની પાછળનું કારણ દર્શાવ્યું છે

 . ‘ગ્લોબલ મેક્રો આઉટલુક 2019-20’ શીર્ષકવાળા પોતાના રિપોર્ટમાં મૂડીઝે કહ્યું, “વર્ષ 2018માં જાન્યુઆરીથી જૂન દરમ્યાન ભારતીય અર્થવ્યવસ્થા 7.9 ટકાની ઝડપથી વધી રહી છે, જે નોટબંધી બાદથી થયું છે.” ઉચ્ચ વ્યાજ દરોમાં વધારાને કારણે મૂડીઝે આશા વ્યક્ત કરી છે કે ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) 2019 સુધી બેંચમાર્ક દરમાં હળવો વધારો કરશે.

(1:18 pm IST)