Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

ઉનાળાના પ્રારંભે બજારમાં કેરીનું આગમનઃ પાક ૨૫ થી ૩૦ ટકા ઓછો ઉતરશેઃ સ્વાદ મોંઘો પડશે

કમોસમી વરસાદ અને વાદળિયું વાતાવરણથી પાકને નુકશાન : આવક મોડી

રાજકોટ, તા.૯ : ઉનાળાના પ્રારંભે બજારમાં કેરીનું ધીમા પગલે આગમન થઇ રહ્યું છે. જોકે આ વખતે કેરીનો પાક ૨૫થી ૩૦ ટકા જેટલો ઓછો ઉતરતા કેરીના ભાવ ઊંચા હોય લોકોને કેરીનો સ્વાદ થોડો મોંઘો પડશે આ વખતે કમોસમી વરસાદના કારણે કેરીનો પાક મોડો ઉતર્યો છે. જયારે વાદળછાયુ વાતાવરણના કારણે રાજયમાં કેરીના પાકને નુકશાન થયુ છે અને પાક ૨૫ થી ૩૦ ટકા ઓછો ઉતરશે તેવું મનાય રહયું છે. તેમજ કેસર સહિત દેશના અન્ય ભાગમાંથી આવતી કેરીઓ પણ ઓછા પ્રમાણમાં આવી રહી છે.

વેપારીઓના મતે દર વર્ષે ૨૦ ફેબ્રુઆરી આસપાસ કેરીની સીઝન શરૂ થઈ જાય છે. જોકે ચાલુ વર્ષે માર્ચનો એક સપ્તાહ પુરો થવા આવ્યો હોવા છતાં કેરીની આવક જોઈએ તેવી થઈ નથી. અમદાવાદમાં વલસાડ, તલાળા, જુનાગઢ અને કચ્છમાંથી તેમજ દક્ષિણ ભારત અને મહારાષ્ટ્રમાંથી કેરીની આયાત કરવામાં આવે છે.

હાલમાં બજારમાં દક્ષિણ ભારતની ગોલા હાફુસ અને રત્નાગિરી હાફુસ ઉપરાંત પાયરી, સુંદરી, તોતાપુરી કેરીઓનુ આગમન થઈ ચુકયુ છે. જયારે ગુજરાતની કેરીઓનુ આગમન ૨૦ એપ્રિલની આસપાસ થશે. કેરીઓના ભાવમાં કેરાલા હાફુસના ભાવ ૨૦૦થી ૨૫૦ રૂપિયા જોવા મળી રહ્યા છે. જયારે કેરાલાની સુંદરી-પાયરી કેરીનો પ્રતિ કિલોના ભાવ ૧૨૫ રૂપિયા છે.

 

(10:04 am IST)
  • ઉત્તર પ્રદેશ સમાજવાદી પક્ષના ઉમેદવાર જયા બચ્ચને શુક્રવારે રાજ્યસભા માટે નામાંકન ભર્યું છે. તેમણે વિધાનસભાના સેન્ટ્રલ હોલમાં નોમિનેશન દાખલ કર્યું હતું. આ દરમિયાન સ.પા.ના પ્રમુખ અખિલેશ યાદવના પત્ની સાંસદ શ્રીમતી ડિમ્પલ યાદવ, સ.પા.ના ઉપપ્રમુખ કિરણ મય નંદા, સ.પા.ના રાષ્ટ્રીય સચિવ રાજેન્દ્ર ચૌધરી અને સહારા ગ્રૂપના ચેરમેન સુબ્રતા રોય સહારા પણ હાજર રહ્યા હતા. access_time 8:42 pm IST

  • દુનિયાના મહાન વૈજ્ઞાનિક આઈનસ્ટાઈને 42 વર્ષની ઉંમરે તેનાથી 20 વર્ષ નાની ઉંમરની યુવતીને પ્રેમ પત્ર લખ્યો હતો. જો કે આ પ્રેમ પત્ર વિશે ભાગ્યે જ કોઈ જાણતું હશે. આલબર્ટ આઈનસ્ટાઈનના 97 વર્ષ પહેલા લખાયેલા આ પત્રની ઈઝરાયેલની રાજધાની જેરુસેલમમાં 4 લાખ રૂપિયામાં હરાજી થઈ. જો કે એલીસાબેટ્ટા પીસીની નામની એ યુવતીએ આઈનસ્ટાઈનના પ્રેમનો સ્વીકાર કર્યો નહોતો. access_time 12:41 am IST

  • સરકાર કુટુંબ નિયોજનને પ્રોત્સાહન આપે અને એવા પગલાં લ્યે જેથી દેશના લોકોને 2 બાળકોની પોલિસીને અનુસરવા માટે ઉત્સાહ મળે આવી માંગણી કરતી જાહેરહિતની અરજી સુપ્રીમમાં દાખલ access_time 12:07 am IST