Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

કાલે નિતીઆયોગની રાજયો સાથે મહત્વની બેઠકઃ ખેડૂતોની આવક બમણી કરવા ચર્ચા

પાકના ઉત્પાદનના ૧.૫ ગણા ખર્ચના ભાવની ખાતરી આપવા વિચારણા

રાજકોટ, તા.૮ : શુક્રવારે નીતિ આયોગની રાજયો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજવા જઈ રહી છે. જેમાં ખેડૂતોની આવક બમણી કરવા બાબતે ચર્ચા કરવાની સાથે ખેડૂતોને પાકના ઉત્પાદનના દોઢ ગણા ખર્ચના ભાવની ખાતરી આપવા પણ વિચારવા કરવામાં આવશે તેમ જાણવા મળે છે.

જાણવા મળ્યા મુજબ ૯ ફેબ્રુઆરીએ નીતિ આયોગ રાજયો સાથે મહત્વની બેઠક કરવા જઈ રહ્યું છે, જેમાં ખેડૂતોની આવક બમણી કરવાના ફોર્મુલા પર ચર્ચા કરવામાં આવશે. તેમજ ખેડૂતોને ઉત્પાદનની કિંમત કરતા ૫૦ ટકા MSP પર પણ વિચાર કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે સરકારે બજેટમાં જાહેરાત કરી હતી કે ખરીફ ૨૦૧૯ પાકના MSPના ઉત્પાદનના ખર્ચ કરતા ઓછામાં ઓછા ૧.૫ ગણું રાખવામાં આવશે, દરમિયાન કૃષિ પ્રધાનના જણાવ્યા મુજબ કેન્દ્ર અને નીતિ આયોગ રાજયો સાથે ખેડૂતોને તેમના પાકના ઉત્પાદનના ૧.૫ ગણા ખર્ચના ભાવની ખાતરી આપવા પર વિચારણા કરશે. આ બેઠકમાં પાકની MSP પર વિશેષ ચર્ચા કરવામાં આવશે.

(9:36 am IST)
  • સસ્પેન્ડેડ IAS અધિકારી પ્રદિપ શર્માની અટકાયતઃ સાબરમતી જેલની બહાર આવતાની સાથે જ અટકાયત : હાઈકોર્ટે હજુ ગઈકાલે જ જામીન આપ્યા હતા : વિદેશમાં હવાલા દ્વારા નાણા મોકલવામાં આવ્યાનો કેસ ચાલી રહ્યો છે access_time 3:49 pm IST

  • સુરત -જિલ્લા એસ.પી.એ પ્રવીણ તોગડીયાના અકસ્માતમાં મામલે પી.એસ.આઈ. રાજીવ સંધાડા અને બે કોન્સ્ટેબલ જીવન ભાઈ અને કોન્સ્ટેબલ રાજેન્દ્ર સિસોળેને કર્યા સસ્પેન્ડ access_time 9:24 am IST

  • બિટકોઇનના ભાવમાં તોફાની ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે. બિટકોઇન ૯૦૦૦ની સપાટી તોડી ૮,૯૭૪ના મથાળે જોવા મળ્યો હતો. એક સપ્તાહમાં બિટકોઇનના ભાવમાં ૧૮ ટકાનો ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં બિટકોઇનના ભાવમાં સાત ટકાથી વધુનું ગાબડું પડ્યું છે. access_time 4:46 pm IST