News of Friday, 31st December 2021
પરસ્ટાર અજિથની આગામી ફિલ્મ 'વાલીમાઈ'નું જબરદસ્ત ટ્રેલર રિલીઝ
મુંબઈ: તમિલ ફિલ્મના સુપરસ્ટાર અજિથ કુમારની બહુપ્રતિક્ષિત ફિલ્મ વલીમાઈનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર અદ્ભુત છે. દર્શકોને આ ટ્રેલર ખૂબ જ પસંદ આવી રહ્યું છે. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે અજીત એક પોલીસ અધિકારી છે જે બાઇક ગેંગના માસ્ટરમાઇન્ડને પકડવા પાછળ છે. ટ્રેલરમાં બોલિવૂડની પ્રતિભાશાળી અભિનેત્રી હુમા કુરેશીની કેટલીક ઝલક પણ બતાવવામાં આવી છે, જે અજીતના સહાયક પોલીસ અધિકારીની ભૂમિકામાં પણ છે.
(5:04 pm IST)