મહિલાના લૂકમાં પહોંચેલા અલીની જ્યારે છેડતી થઇ!
કોમેડિયન અલી અસગરે 'ધ કપિલ શર્મા શો'માં દાદીનું પાત્ર ભજવ્યા પછી તે ઘર-ઘરમાં જાણીતો બની ગયો હતો. તે જ્યાં જાય ત્યાં તેને લોકો દાદી કહીને બોલાવવા માંડ્યા હતાં. તે પોતાના સ્ત્રીના ગેટઅપને કારણે એક વખત છેડતીનો શિકાર પણ બન્યો છે! અલીએ પોતાની મી ટૂ...ની કહાની વર્ણવતા કહ્યું હતું કે દિલ્હીમાં એક જગ્યાએ લોકો તેની સાથે સેલ્ફી લેવા માંડ્યા હતાં. તે કાનપુર વાલે ખુરાનાઝ નામના ટીવી શોને પ્રમોટ કરવા ગયો હતો. આ શોમાં તે મહિલાનો રોલ નિભાવી રહ્યો છે, જેનું નામ ચોથી છે. અલી મહિલાના રોલમાં ખુબ જામે છે. પણ આ કારણે તેને મુસિબતનો સામનો પણ કરવો પડે છે. અલીએ કહ્યું હતું કે હું મઞિલાના ગેટઅપમાં દિલ્હીમાં એક લગ્ન સમારોહમાં ભાગ લેવા ગયો ત્યારે નશો કરેલા લોકોએ રિતસર છેડતી કરી હતી. છાતી પર હાથ મુકી બેઠક પર ચીંટીયા ભરી લીધા હતાં. ટીમમાં સામેલ એક છોકરીએ તે વખતે બને બચાવ્યો હતો.