પ્રિયંકા ચોપરાએ કરી પોતાની બીમારીની જાણ: 5 વર્ષથી તેની ઝપેટમાં
મુંબઈ:અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ એક ટ્વિટ કરીને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પ્રિયંકાએ જણાવ્યું કે તે અસ્થમા(દમ)ની બીમારીથી પીડિત છે અને તે છુપાવવાની વાત નથી. પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા એક વિડીયોમાં લોકોને અસ્થમા વિશે જાગૃત કરતી જોવા મળી રહી છે. શેર કરેલા વિડીયોમાં પ્રિયંકા ચોપરાએ જણાવ્યું કે, ‘હું 5 વર્ષની ઉંમરથી જ અસ્થમાથી પીડિત છું, મારી માએ ઘણી જ મદદ કરી. પહેલા મને લોકો કહેતા હતા કે દવા વધારે ના લો, આની આદત થઈ જશે.” આગળ પ્રિયંકા કહે છે કે, “ત્યારબાદ મે ગોળીઓ લેવાનું બંધ કર્યું. આની સરખામણીમાં ઇન્હેલર વધારે સારું હોય છે. મને ઓળખતા ઘણા લોકોને ખબર છે કે મને અસ્થમા છે, પરંતુ મે ક્યારેય છુપાવ્યુ નથી. ઘણીવાર એવુ થાય છે કે સ્ટેજ પર પરફોર્મ કરતી વખતે પણ તેની જરૂરીયાત હોય છે. એ દરમિયાન મારી આસપાસનાં લોકોને ખબર પડી જાય છે કે મને અસ્થમા છે. તેમ છતા મે કામ દરમિયાન મેનેજ કર્યું છે અને આના કારણે કામમાં ક્યારેય અડચણ આવી નથી.” ઉલ્લેખનીય છે કે નિક જોનાસને પણ ડાયાબિટીઝ છે. નિકને ટાઇપ-1 ડાયાબિટીઝ છે. નિક પણ ડાયાબિટીઝની દવાનો પ્રચાર કરે છે.