News of Wednesday, 15th August 2018
નવાઝની ફિલ્મ 'મંટો'નું ટ્રેલર થયું રિલીઝ
અભિનેત્રી અને ફિલ્મમેકર નંદિતા દાસ દ્વારા નિર્દેશિત અને નવાઝુદ્દીન સિદ્દીકી અભિનીત ‘મંટો’ ફિલ્મનું ટ્રેલર રીલીઝ થઇ ગયું છે. ‘મંટો’ ફિલ્મ લેખક સઆદત હસન મંટોની આસપાસ ફરે છે. નવાઝુદ્દીન ‘મંટો’નાં પાત્રને જીવંત કરતો જોવા મળી રહ્યો છે.ટ્રેલરમાં નવાઝુદ્દીનનાં સંવાદ ઘણા જ અસરકારક અને પોતાના સમયનાં સત્યને રજૂ કરતા દર્શાવાયા છે. ફિલ્મની નિર્દેશક નંદિતા દાસે અભિવ્યક્તિની આઝાદી પર એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, “હું આશાવાદી છું. આ કારણે મારું માનવું છે કે લેખક અને કલાકાર પોતાના કામનાં માધ્યમથી પોતાની વાસ્તવિક્તા રજૂ કરવાનું ચાલુ રાખશે. પાઠકો અને દર્શકોનાં રૂપમાં એક મજબૂત અને પરિપક્વ સમાજ માટે, પોતાના લોકો માટે આવા લોકોનું સમર્થન કરવાની આવશ્યક્તા છે.”
(12:42 pm IST)