મને ફરવાનો ખુબ શોખ છે અને તેનાથી મને નવું જાણવા મળે છે: મૌની રોય
મુંબઈ:ટેલીવુડની જાણીતી એક્ટ્રેસ મૌની રોય ટેલિવિઝનની ખૂબ જ જાણીતી એભિનેત્રી છે અને હવે બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. તે અક્ષયકુમાર સાથે ફિલ્મ ગોલ્ડમાં દેખાશે. ઉપરાંત ફિલ્મ બ્રક્ષ્સ્ત્રમાં રણબીર કપૂર, અમિતાભ બચ્ચન, આલિયા ભટ્ટ અને મૌની રોય મુખ્ય રહેશે. મૌની આ પહેલા પણ બોલિવૂડના પ્રોજેક્ટ્સ કરી ચૂકી છે પણ હવે તે જાણીતા કલાકારો સાથે જોવા મળશે. મૌની રોયે હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં વાત કરતા જણાવ્યું હતું કે મને ફરવાનો શોખ ખૂબ જ છે, તેનાથી મને ચેન્જ છે અને જૂદા જૂદા સ્થળોએ ફરીને હું મારું નોલેજ પણ વધારી શકું છું. જ્યારે ફરવા માટે કોઇ સ્થળે જઇએ ત્યારે અલગ પ્રકારના વ્યિક્તઓને મળવાનું તેમના કલ્ચર વિશે જાણવાનું મને ખૂબ ગમે છે. ઘણું બધુ શીખવા મળે છે.
મને ગ્રીનરી પસંદ છે એટલે હું સાઉથ ઇન્ડિયાને વધારે પસંદ કરું છું. ત્યાંના દરેક સ્થળોએ તમે ફરીને આવો એટલે તમે ખૂબ જ રીફ્રેશ થઇ જાવ એવો મારો અનુભવ છે. તે સિવાય રાજસ્થાન, ખજુરાહો, અજંતા-ઇલોરા જેવા સ્થળો પસંદ છે. જ્યાં હું વારંવાર જવાનું પસંદ કરું છું. હું પોતે એક ડાન્સર છું એટલે મને કલા સાથે જોડાયેલા દરેક સ્થળો પસંદ છે. હું દરેક કલ્ચરની રીસ્પેક્ટ કરું છું. હું મારું શોપિંગ મુંબઇમાંથી તો ક્યારેક દુબઇથી કરું છું.