ફિલ્મ જગત
News of Saturday, 31st October 2020

આમિર ખાનની પુત્રી ઇરાએ 'હેલોવીન' ફોટો કર્યા શેયર

મુંબઈ:  આમિર ખાનની પુત્રી ઇરા ખાન સોશ્યલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તાજેતરમાં ઇરાએ હેલોવીન પ્રસંગે તેના કેટલાક ફોટા શેર કર્યા છે. ફોટામાં ઇરા હેલોવીન લુકમાં જોવા મળી રહી છે. તેણે અડધા ચહેરા પર કાળો મેકઅપ કર્યો છે. આ સાથે તેણે બ્લેક જેકેટ પહેર્યું છે. ફોટા શેર કરતી વખતે ઇરાએ લખ્યું, તો પછી જો આપણે ભારતમાં હેલોવીનને ધમાલ સાથે નહીં ઉજવીએ. તૈયાર થવા અને ઉજવણી કરવા માટે શું બહાનું છે?ઇરાએ આગળ લખ્યું કે, 'મેં વિચાર્યું હતું કે હું મારા બિલ્ડિંગના બાળકોને ડરાવીશ પણ કોવિડને કારણે તે થઈ શક્યું નહીં. હવે અમે તૈયાર છે અને ઘરે બેઠાં મજા કરીએ છીએ.

(5:28 pm IST)