એવેન્જર્સની બ્લેક વિડોએ ત્રીજા લગ્ન કર્યા
ન્યુયોર્ક, તા.૩૧: એવેન્જર્સમાં બ્લેક વિડોથી જેને આખુ વિશ્વ ઓળખે છે એ સ્કારલેટ જહોનસને ત્રીજા લગ્ન કર્યા હોવાના સમાચાર છે. કોમેડિયન કોલિન જોસ્ટ સાથે લગ્ન કરી લીધા છે. જોસ્ટ મુજબ બંનેની પહેલી મુલાકાત વર્ષ ૨૦૦૬માં થઈ હતી.
વર્ષ ૨૦૦૮માં સ્કારલેટે પોતાના પ્રેમી કેનેડાના રાયન રેનલ્ડ્ઝ સાથે લગ્ન કર્યા હતા, આ લગ્ન ફકત ત્રણ વર્ષ ટકી શકયા હતા. ત્યારબાદ વર્ષ ૨૦૧૪માં સ્કારલેટના જીવનમાં રોમેન ડાઉરિક આવ્યો અને આ લગ્ન પણ માત્ર ત્રણ વર્ષ જ ટકી શકયા હતા.
વર્ષ ૨૦૧૭માં બંનેએ ડિવોર્સ લીધા. આ લગ્નથી બંનેને એક બાળક પણ થયુ હતું.
સ્કારલેટ જહોનસનની એવેન્જર્સ સિરીઝે તો વૈશ્વિક ધોરણે ધૂમ મચાવી છે. દરેક રેકોર્ડ પણ તોડ્યા છે. જોકે સ્કારલેટની પોતાની ફિલ્મ બ્લેક વિડો કોરોના મહામારીને લીધે આવતા વર્ષે રિલીઝ થવાની છે.